અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025 માં જોવા મળ્યો દેશભક્તિ નો રંગ
અરવલ્લી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025નું ભવ્ય આયોજન શ્રી જે. એસ. મહેતા હાઈસ્કૂલ, ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક મહોત્સવના કાર્યક્રમમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને સેલ્ફી પોઇન્ટ ખાતે સેલ્ફી લઈને તેને અપલોડ કરવા અપીલ કરવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે બે આકર્ષક સેલ્ફી પોઇન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેનો લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો.આ કલા મહાકુંભમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય, સંગીત, નાટ્ય અને લોકકલાની રજૂઆતો દ્વારા કલાકારોએ પોતાની પ્રતિભા રજૂ કરી. જેમાં દેશમભક્તિના રંગ જોવા મળ્યા હતા.