ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધનસુરા ખાતે ઉજવણી કરવામાં આવશે,આજે ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યું*

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લી જિલ્લામાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની તડામાર તૈયારીઓ

*અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધનસુરા ખાતે ઉજવણી કરવામાં આવશે,આજે ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યું*

અરવલ્લી જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આજે ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યુ.જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનો આપીને સુચારુ રૂપે આયોજન થાય તેવી ચર્ચા કરવામાં આવી.પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધનસુરા તાલુકા ખાતે થવાની છે. જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાવાસીઓ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના ધનસુરા ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે.

 

Back to top button
error: Content is protected !!