
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા આયોજિત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો,કુલ154 ઉમેદવાર ને નિમણુંક પત્ર એનાયત કરાયા
તા.28/07/2025ના બિન સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2025 અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી આયોજિત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ શ્રી કે એન શાહ હાઈસ્કુલ મોડાસા જી.અરવલ્લી ખાતે યોજાયેલ જેમાં કુલ ફાળવેલ 162 ઉમેદવારો માંથી 154 ઉમેદવાર હાજર રહેલ.
આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ ઉષાબેન આર.ગામીત, શાળા સંચાલક મંડળના પ્રમુખ/મંત્રી, આચાર્ય સંઘના પ્રમુખ/મંત્રી ઉ.માં સંઘના પ્રમુખ/મંત્રી માધ્યમિક સંઘના પ્રમુખ વહીવટી સંઘના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો. હાજર તમામ ઉમેદવારો કે જેઓ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડવાના છે તેઓ ખૂબ ખુશ ખુશાલ જોવા મળેલ. અને રાજ્ય સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.





