અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલિસ દ્વારા 20 દિવસમાં રૂ 4,39,69,846 /- ના દારૂ સાથે વિદેશી દારૂના કુલ-351 કેસો શોધી કાઢી જેમાં કુલ-372 આરોપીઓ વિરૂધ્ધ ગુન્હાઓ નોંધવામાં આવ્યા
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લા પોલીસ ધ્વારા દિન-૨૦ માં ગેરકાયદેસર પ્રોહી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દેશી/ વિદેશી દારૂ તથા વાહન મળી કુલ કિ.રૂ.૪,૩૯,૬૯,૮૪૬/-નો મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અરવલ્લી જીલ્લામાં આવેલ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન નાકાબંધી તેમજ વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજયમાં ઘુસણખોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પરીણામલક્ષી અસરકારક કામગીરી કરવા સારૂ પ્રોહિબિશનનની ડ્રાઇવનુ આયોજન કરી જરૂરી સુચના આપેલ હતી.જે અન્વયે
પોલીસ અધિક્ષક ધ્વારા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઇસમો ઉપર સતત વોચ રાખવા સારૂ અરવલ્લી જીલ્લાની બોર્ડર ઉપર આવેલ મેઘરજના કાલીયાકુવાથી લઇને ભિલોડાના ઝાંઝરી બોર્ડર સુધીની તમામ નાની-મોટી ચેકપોસ્ટો ઉપર તેઓ એ સુચના આપેલ જેથી અરવલ્લી જીલ્લા પોલીસ ધ્વારા સઘન નાકાબંધી તથા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને તા.૨૨/૦૮/૨૦૨૫ થી તા.૧૧ /૦૯/૨૦૨૫ સુધીમાં શામળાજીના અણસોલ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન રાજયમાંથી આવતા નાના-મોટા વાહનો ધ્વારા અવ નવા કિમીયાઓ / નુસખાઓ કરી ઇલેકટ્રોનીક સામાન, ફર્નીચર તેમજ અન્ય ચીજવસ્તુઓ ની આડમાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ગુજરાત રાજયમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઇસમો ઉપર તેમજ અરવલ્લી જીલ્લાની અન્ય ચેકપોસ્ટો ઉપર સતત વોચ રાખી દેશી તથા વિદેશી દારૂના કુલ-૩૫૧ કેસો શોધી કાઢવામાં આવેલ છે જેમાં કુલ-૩૭૨ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. તેમજ દેશી/ વિદેશી દારૂ તથા વાહન મળી કુલ કિ.રૂ.૪,૩૯,૬૯,૮૪૬/-નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.