સંતરામપુર તાલુકાના ઘામોત મોહીલા નાં અરવિંદ ઘામોત નામના વવ્યક્તિ ની પઢારીયા ગામે એક કુવામાં થી લાશ મળી આવતા ચકચાર..

સંતરામપુર તાલુકાના ઘામોત મોહીલા નાં અરવિંદ ઘામોત નામના વવ્યક્તિ ની પઢારીયા ગામે એક કુવામાં થી લાશ મળી આવતા ચકચાર….
અમીન કોઠારી મહીસાગર
પોલીસ પુત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર 18મી મે 2025 ના રોજ અરવિંદભાઈ ધામોત પોતાના ઘરેથી ઘરના સભ્યોને જાણ કર્યા વગર કઈ જતા રહેલ
ત્યારબાદ તેના બે દિવસો બાદ સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે આવેલ એક ખાનગી કુવામાં થી 20 મે 2025 ના રોજ કુવામાં લાશ જોવા મળી હતી.
જેઆ બનાવની જાણ મરનાર નાં પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યો પઢારીયા ગામે ઘટના સ્થળે
દોડી આવ્યાં હતા.

સાથે ગામના લોક ટોળા પણ મોટી સંખ્યામાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતા, અને આ બાબતે બનાવની જાણ સંતરામપુર પોલીસ અને સ્થાનિક આઉટ પોસ્ટ મોટી સરસણ ને કરતા પોલીસ ઘટના સ્થળે આવેલઅને આ મરનારની ડેડ બોડી ને કુવામાં થી કઢાવી પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોક્લી આપેલ હતી.
મરનાર નાં પરીવાર જનો દવારા જણાવ્યું હતું અમારા ભાઈને કોઈ એ મારી નાખી ને કૂવામાં ફેંકી દીધેલ છે.
તેવી શંકાઓ વ્યકત કરી હતી, અને પરિવારે માંગ કરી છે કે અમારા ભાઈની જેકોઈ પણ વ્યક્તિએ હત્યાનો પ્રયાસ કર્યો હોય તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે.
અમને ન્યાય મળે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ તેમ જણાવ્યું છે. અને આ હત્યા કે આત્મહત્યા તે પોલીસ તપાસ નો વિષય બનવા પામેલ છે.



