કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે લોક સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સાંસદ મયંકભાઈ નાયક દ્વારા વિવિધ કાર્યક્રમો જિલ્લામાં યોજાયો..
વાત્સલ્યમ સમાચાર,બલવંતસિંહ ઠાકોર,મહેસાણા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે મહેસાણા રાજ્યસભા ના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા વિવિધ સેવા કાર્યકમ યોજાયા
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા લોકસેવાના વિવિધ કાર્યક્રમ મહેસાણા જિલ્લામાં યોજાયો હતો.
આજરોજ નિ:શુલ્ક આંખોના નંબર તપાસ અને ચશ્મા વિતરણ નો લાભ સ્થાનિકો અને આસપાસના નાગરિકોએ લીધો હતો. તેમજ 108 ના સ્ટાફ કર્મીઓનું સર્કિટ હાઉસ , રામોસણા બ્રિજ નીચે અને માનવ આશ્રમ ચોકડી પાસે સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી મયંકભાઇ દ્વારા બહેનોને ઊંઝા ઉમિયા માતાજી તેમજ અંબાજી ખાતે દર્શન પ્રવાસ કરાવ્યો હતો.
મહેસાણા જુના બસ સ્ટેન્ડ ખાતે તેમણે એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટરોનું પર સન્માન કર્યું હતું. તેમજ રીક્ષા ચાલકોનું પણ સન્માન કર્યું હતું તેમજ ધોબીઘાટ ખાતે ભોજન સમારોહ પણ રાખવામાં આવેલ હતો. તેમણે સેવાલય મહેસાણા ખાતે તેમની ટ્રાન્સજેન્ડરોનું પણ ભોજન સહ સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો તેમજ મહેસાણા શહેરના મોઢેરા ચોકડી, પરા ના કે અને અમરાપર પાસે મીઠાઈ વિતરણ કરી હતી. બેચરાજી ખાતે બહુચરાજી માતાજીના મંદિરમાં હવન તેમજ ટ્રાન્સજેન્ડરનું સન્માન પણ સંસદ શ્રી એ કર્યું હતું. રેલવે સ્ટેશન પાસે બાપાસીતારામ અન્નકુટ ક્ષેત્રમાં ભિક્ષુકોની મીઠાઈ વિતરણ કરી હતી. મહેસાણા સીવીલ ખાતે ગૃહ મંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે દર્દીઓમાં ફ્રુટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમની સાથે સ્થાનિક અગ્રણીઓ તેમજ પરિવારજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે સાંસદશ્રીએ વન અને સામાજીક વનીકરણ કચેરીએ સાથે નવા પીપળેશ્વર મહાદેવ સામે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમની સાથે સ્થાનિક અગ્રણીઓ તેમજ પરિવારજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.