સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી.

તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ ભરનારા તત્વો ઉપર કડક પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અને તાલુકાઓમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા કુલ 194 જેટલી ટીમો બનાવી અને વીજબિલોની બાકી રકમની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં દ્વારા વીજ ઉઘરાણી માટે થઈ અને કુલ 2931 જેટલા ગ્રાહકો પાસેથી એક કરોડથી વધુની રકમની બાકી બિલની વસૂલાત કરવામાં આવી છે વીજ બિલની ચુકવણી નહીં કરનારા કુલ 119 જેટલા ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે આ 119 જેટલા વીજ ગ્રાહકો પાસેથી કુલ 5.50 લાખ રૂપિયા અને વસુલાત બાકી હતી ત્યારે સમયસર વીજ બિલ ભરી દેવા માટે પણ અપીલ કરવામાં આવી છે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 100 કરોડથી વધુની રકમનો વીજબિલ ઉઘરાણી બાકી છે ત્યારે હવે તંત્ર દ્વારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને બાકી વીજ બીલ નહિ ભરતા તત્વો સામે પગલાં ભરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં ભરતા તત્વો સામે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવતા હવે બાકી વીજ બિલ ધરાવતા ધારકોમાં પણ ફાફડા ફેલાયો છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બાકી વીજ બિલના નાણાં તાત્કાલિક ભરી દેવામાં આવે નહીંતર જે વીજધારકોના બાકી બિલ હશે તેમના પણ વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે અને અંધારામાં રહેવું પડશે.




