GUJARATMODASA

મોડાસાના તુલસી રેસીડંસી પાસે પોલીસ કર્મીની કારને આંતરી સાત લોકો એ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસાના તુલસી રેસીડંસી પાસે પોલીસ કર્મીની કારને આંતરી સાત લોકો એ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી

મોડાસાના પોલીસના બાતમીદાર ગણાતા શાહરુખ મોહમ્મદ સલીમ શેખ અને શાહ નવાજ ઉર્ફે શાનુડો નોસાદ હુસેન મલેક મોડાસા અને મહેશદાન ઉર્ફે પપ્પુ ભુપેન્દ્રસિંહ ગઢવી રહે બોરડી કંપા તાલુકો મોડાસા અને અન્ય અજાણા ચાર શખ્સો સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

સામાન્ય બાબત માં લૂંટધાડ ની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે કોઈપણ સમયે માણસ કાયદો હાથ માં લેતા ખચકાતા નથી ત્યારે મોડાસાના તુલસી રેસીડંસી પાસે પોલીસ કર્મીની કારને આંતરી સાત લોકો એ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી

મોડાસાના ડુંગરવાડામાં પોલીસ કર્મચારીની ગાડીમાંથી સસ્પેન્ડ ડેટ પોલીસ કર્મચારી અને પોલીસ ના બાતમીદાર સહિત સાત શખ્સોએ અમદાવાદ ખાતે પોલીસમાં ફરજ બજાવતા વિક્રમસિંહ વક્તુસિંહ ચાવડા ની tata nexon ગાડી રોકીને રાત્રી સમયે તેમને ગાડીમાંથી બહાર ઉતારીને તેમની ગાડીના તમામ દરવાજા ખોલી પોલીસ કર્મચારી સાથે ધક્કા મુક્કી કરીને સાત શખ્સોએ ગાડીમાં ડીકીમાં રહેલી રોકડ ₹50,000 અને ગેર બોક્સ ઉપર તેમની પત્નીનું રહેલું લેડીઝ પર્સમાંથી સોનાની બે બુટ્ટી અને ભગવાન શામળિયાના પેન્ડલવાળી પ્લેન સોનાની ચેન સહિત કુલ રૂપિયા એક લાખ 80 હજારની લૂંટ ચલાવતા ચકચાર મચી હતી બે દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં એક સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને એક પોલીસનો બાપનીદાર તેમજ અન્ય એક શખ્સ સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ મોડાસાના રૂલાલ પોલીસ સ્ટેશનમાં લુંટઘાડ નો ગુનો નોંધાયો છે જેમાં મોડાસાના પોલીસના બાતમીદાર ગણાતા શાહરુખ મોહમ્મદ સલીમ શેખ અને શાહ નવાજ ઉર્ફે શાનુડો નોસાદ હુસેન મલેક મોડાસા અને મહેશદાન ઉર્ફે પપ્પુ ભુપેન્દ્રસિંહ ગઢવી રહે બોરડી કંપા તાલુકો મોડાસા અને અન્ય અજાણા ચાર શખ્સો સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કર્મી વિક્રમસિંહ ચાવડા વિરુદ્ધ દારૂ પીધેલા નો ગુનો નોંધાયો હતો આ અંગે તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ હોવાનો પણ એફઆઇઆર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!