





એકતા દિન ઉજવણી અંતર્ગત રાજપારડીમાં પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર રાજપારડી પોલીસ અને ઉમલ્લા પોલીસ દ્વારા “રન ફોર યુનિટી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રનનો પ્રારંભ રાજપારડી પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો,
જે ભગતસિંહ ચોક, મેઇન બજાર અને રાજપારડી ચાર રસ્તા માર્ગેથી પસાર થઈ ફરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીશ્રી, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. તેમજ સ્થાનિક નાગરિકો મળી કુલ આશરે ૭૮ જેટલા લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
રન દરમિયાન ભાગ લેનારોએ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નારા લગાવી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન રાજપારડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રન પૂર્ણ થયા બાદ પોલીસ અધિકારીશ્રીએ સરદાર પટેલના આદર્શોને જીવનમાં ઉતારવાની અપીલ કરી,
અને સૌને રાષ્ટ્રની એકતા જાળવવા માટે પ્રેરિત કર્યા હતા.
 
				





