BHARUCHBHARUCH CITY / TALUKO
ઇસ્લામના છેલ્લા પયગમ્બર ના જન્મદિવસ ને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું, આ દિવસને ઇદેમિલાદ ના નામથી ઉજવાય છે.
સમીર પટેલ, ભરૂચ
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો જે આગામી 5 મી સપ્ટેમ્બર ને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઇદેમીલાદ ના નામે ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યા જુઓ ત્યાં રંગ બેરંગી લાઈટો થી શણગારી જન્મ દિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર ઝુલુસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પયગમ્બર હઝરત મહમમદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારક ના દીદાર કરાવવામાં આવશે.





