BHUJGUJARATKUTCH

૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં TIP અને SVEEP હેઠળ અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના વેપારીઓ, સંસ્થાઓ સાથે બેઠકો યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટર  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

 

ભુજ, તા-24 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર ૧૫ દિવસીય સઘન કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ ૨૨ એપ્રિલથી ઇલેક્શનના આગળના દિવસ ૬મી મે સુધી દરરોજ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન છે. જેમાં ૨૩મી એપ્રિલે સમગ્ર જિલ્લામાં અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના મોટા શહેરો અને તાલુકાઓમાં વેપારીઓ,સંસ્થાઓ, મોલ માલિકો સાથે બેઠકો યોજવામાં આવી હતી.૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં TIP( Turnout Implementation Plan) અને SVEEP હેઠળ અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના વેપારીઓ, સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તા.૭મી મે ના મતદાનના દિવસે મતદાન કરનાર મતદાતાઓને આવા વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટ હેઠળ ૭ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ખરીદી કે સર્વિસ ઉપર આપવા વેપારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી કુલ ૭૦ ઉપરાંત વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટની ઝૂંબેશમાં સહભાગી થવાની અને લોકશાહીમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા બતાવી હતી. અવસર ડિસ્કાઉન્ટ બાબતે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ૧૦ જેટલી બેઠકોનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૨૩૯ કરતા પણ વધુ વેપારી મિત્રો જોડાયા હતા અને ૭૦ કરતાંય વધુ વેપારી મિત્રો દ્વારા લોકશાહીના યજ્ઞમાં મતરૂપી આહુતિ આપનાર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા ખરીદી કે સેવા ઉપર સહમતી દર્શાવી હતી.જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરા, TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, તમામ તાલુકા વિકાસ અધિકારીઓશ્રી, SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જહેમત ઉઠાવવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!