GUJARATPANCHMAHALSHEHERA

વિકાસ સપ્તાહ અંતર્ગત પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં સી સી રોડ, પેવર બ્લોક અને સ્મશાન ગૃહ સહિતના પ્રકલ્પોનું ખાતમુહુર્ત કરાયું

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

************
*પંચમહાલ, સોમવાર ::* પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ઘોઘંબા, વાળીનાથ અને વજપુર ગામે સી સી રોડનું, નુરાપુરા પ્રાથમીક શાળામાં અને ખરખડી ગામે દેવાપૂરા ફળિયાંમાં પેવર બ્લોકનું, મઠ ગામે નાળાનું તથા ઘોઘા ગામના મુખ્ય ફળીયામાં ગટર લાઈનનું તેમજ ફરોડ અને બોકરચ ગામે સ્મશાન ગૃહ સહિતના પ્રકલ્પોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ૧૪ માં મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના દિવસે શપથ લીધા ત્યારથી રાજ્યની વિકાસયાત્રા આરંભાઈ હતી. ગુજરાતમાં સુશાસનની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
************

Back to top button
error: Content is protected !!