BANASKANTHAGUJARATTHARAD

રાષ્ટીય પોષણમાસ ઉજવણી અંતર્ગત આજરોજ મોટીપાવડસેજામાં મોટીપાવડ ગામે પોષણમાસની ઊજવણી

વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ

પોષણ માસની ઉજવણીમાં ગામના સરપંચ શ્રી વનાભાઈ પટેલ,તલાટી મહેશભાઈ, cdpo કાશ્મીરાબેન ઠાકર,મુખ્ય સેવિકા અરુણાબેન,PSE પરમાર નારણભાઈ અને જોષી દશરથભાઈ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

Cdpo શ્રી કાશ્મીરાબેન ઠાકર દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં બહારના જંકફ્રુડ, પેકટો નો રોજીંદા આહારમાં ઉપયોગ ન કરવો ઘરમાં બનાવેલ સાત્વિક ભોજન નો ઉપયોગ કરવો આમળાં, સરગવો,લીલા શાકભાજી ૠતુ પ્રમાણેના ફળ,સલાડ નો ઉપયોગ તેમજ આંગણવાડી માંથી આપવામાં આવતા ટી.એચ.આર ના પેકેટનો ઉપયોગ કરવા તથા સ્વચ્છતા બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી. પૂર્ણાં કીટ નિદર્શન,રસોઈ વખતે પોષક તત્વોની જાળવણી,ત્યારબાદ આંગણવાડી કાર્યકરો દ્વારા ટી.એચ.આર.ના પેકટ માંથી બનાવેલ વાનગી નિદર્શન કરવામાં આવ્યું. ECCE નિ કીટનું પણ પણ નિદર્શન કરવામાં આવ્યું.ત્યારબાદ નાસ્તો કરી કાર્યક્રમ ની પૂર્ણાંહુતિ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!