MORBI:મોરબી ખાતે “આર્ટ ચેમ્પિયનશીપ – ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી ખાતે “આર્ટ ચેમ્પિયનશીપ – ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું
કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોરબી જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ. શ્રી પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પંચાયતના સહયોગથી મોરબી ખાતે “આર્ટ ચેમ્પિયનશીપ – ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ભારે વરસાદ હોવા છતાં વાલીઓએ ખુબ ખરો સપોર્ટ આપ્યો હતો અને કુલ ૨૩૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠકવ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરતા સુંદર ચિત્રો દોરીને પોતાની સર્જનાત્મકતા બહાર લાવી હતી. કાર્યક્રમ દરમ્યાન કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગૌરવભાઈ જાની દ્વારા વાલીઓ સાથે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં કયા પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ તે અંગે વાલીઓ પાસેથી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. ઘણા વાલીઓએ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી જેના પર ટ્રસ્ટ ભવિષ્યમાં કાર્યરત રહેશે. ટ્રસ્ટે વચન આપ્યું છે કે ભવિષ્યમાં પણ આવા વિવિધ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતું રહેશે અને સમાજને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક યોગદાન આપતું રહેશે.ટ્રસ્ટનો મુખ્ય હેતુ એ છે કે બાળકો માત્ર જવાબો યાદ ન કરે, પરંતુ પ્રશ્ન પૂછવાની અને વિચારવાની આદત વિકસાવે. બાળક જો પ્રશ્ન કરવાનું શીખશે અને પોતાના વિચારો રજૂ કરશે – ત્યારે જ સાચા અર્થમાં ભારત “વિકસિત ભારત” બનશે.