MORBI ઘર,શેરીમાં પાણી ભરાવા ના કારણે ક્રિષ્ના પાર્કની મહિલાઓ દ્વારા મોરબી નગરપાલિકામાં હલ્લાબોલ
MORBI ઘર,શેરીમાં પાણી ભરાવા ના કારણે ક્રિષ્ના પાર્કની મહિલાઓ દ્વારા મોરબી નગરપાલિકામાં હલ્લાબોલ
મોરબીના કન્યા છાત્રાલય રોડ,નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક 2 સોસાયટી માં ઘર માં અને શેરી માં વરસાદી અને ભૂગર્ભ ના પાણી ઓસરતા ન હોવા અને ગટર ચોક અપ થઈ જવાથી મહિલાઓ દ્વારા મોરબી નગરપાલીકા દોડી ગયાને હલ્લા બોલ કરીને નગરપાલિકા અઘિકારીઓને રજૂઆત કરી
મોરબી શહેરમાં ત્રણ દિવસ પડેલ ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા ત્યારે મોરબીના છાત્રાલય રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી-૦૨ માં ઘરમાં અને શેરીમાં વરસાદી અને ભુગર્ભના પાણીના કારણે ગટર ચોકઅપ થઈ જવાથી ઘરમાં અને શેરીમાં પાણી ન ઓસરતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જેથી ક્રિષ્ના પાર્ક સોસાયટીની મહિલાઓ મોરબી પાલિકામાં પોહચી હતી અને ભુગર્ભ સાફ કરવા મુદ્દે હલ્લાબોલ કરી કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ નગરપાલિકાના અધિકારીઓને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.