વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા તથા સુબિર તાલુકાના વિવિધ માર્ગો પર મુસાફરોને સરળ, સુરક્ષિત અને આરામદાયક સફર માટે તાત્કાલિક મરામત તથા સુંદરતા વધારવાના કામો હાથ ધરવામાં આવ્યા છે.
આ કામગીરીમાં હનવંચોન્ડ થી દાવદહાડ રોડ તેમજ જિલ્લાના અન્ય માર્ગોમાં ઊપજેલા ખાડાઓને દૂર કરવા માટે એસ્ફાલ્ટ પેચ વર્કની કામગીરી કરવામાં આવી છે. તેમજ માર્ગની બાજુઓ પર ૧ મીટર વ્યાસે જંગલ કટિંગ કરી દ્રશ્યતા અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ માર્ગનાં ડિવાઇડર, પરાપેટ તથા રિટર્ન વોલ પર ગેરુ અને ચૂનાના કામથી દૃશ્યમાને સુંદરતા તથા સલામતીમાં વધારો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોનું નવિનિકરણ તેમજ વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ ના પડે તે માટે માર્ગોની સુંદરતાં તેમજ મુસાફરોની સલામતી માટે કામગીરી કરવા કટ્ટીબધ્ધ છે.