
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૧૮ સપ્ટેમ્બર : કચ્છમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા માટે યુધ્ધના ધોરણે કચ્છ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા જિલ્લાના ૧૫૩૭ રસ્તાઓની ૬૨૪૬.૦૬ કિ.મી લંબાઇ પૈકી આસ્ફાલ્ટ પેચવર્ક ની જરૂરિયાત વાળી ૩૫.૦૫ કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે લંબાઇ પૈકી ૨૪.૦૧૮ કિ.મી રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. તેમજ બાકી રહેતી લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. જયારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ ભુજ હસ્તકના કુલ ૭૭ રસ્તાઓ અને ૪૧.૫૦ કિ.મી ને નુકશાન થયેલું જે પૈકી ૪૦.૮૨ કિ.મીમાં મેટલ પેચની કામગીરી પૂર્ણ કરાઇ છે અને બાકી રહેતી લંબાઈમાં મેટલ પેચની કામગીરી હાલે પ્રગતિમાં છે. જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.








