DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત ધોરાજી તાલુકાના વૃદ્ધો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

તા.૧૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૨૯૧ વૃદ્ધોનું થયું એસેસમેન્ટ, નિરાધાર વૃદ્ધ સહાય લાભ, આરોગ્ય તપાસ વગેરે સેવાઓ અપાઈ

Rajkot, Dhoraji: “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત રાજકોટ જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધનો નિ:શુલ્ક પ્રદાન કરવા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પેટા જિલ્લા હોસ્પિટલ ધોરાજી ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો માટે વોકીંગ સ્ટીક, કાંખઘોડી, ટ્રાઇપોડ, વોકર, હિયરીંગ એઇડ મશીન, ફોલ્ડીંગ વ્હિલચેર, આર્ટીફિશિયલ દાંત(ચોકઠા), સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વગેરે સહાયક સાધનો આપવા માટે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૦૬ ડોકટર તથા અંદાજીત ૯૭ જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવી હતી.

આ કેમ્પમાં કુલ ૩૧૫ લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની કુલ ૧૨૧૨ સેવાઓનો લાભ લીધો હતો જેમાં એલીમ્કો દ્વારા ૨૯૧ લાભાર્થીઓ કે જેની ઉમર ૬૦ વર્ષથી વધારે છે તેઓને એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું તેમજ ૧૯૪ જેટલા આવકના દાખલા (૧૫૬ નગરપાલિકા દ્વારા, ૩૮ તાલુકા પંચાયત દ્વારા), એસ.ટી. વિભાગ દ્વારા ૧૧૭ સીનીયર સીટીઝનને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૭૮ લાભાર્થીઓના બી.પી. ડાયાબિટીસની તપાસ તથા ૭૮ લાભાર્થીઓનું કેન્સર સ્ક્રીનીંગ, ૩૦૮ લોકોને ટીબી, મેલેરીયા વિગેરે રોગની સમજુતી આપી, ૨૭ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા.

ધોરાજી શહેર ખાતેની એસ.બી.આઇ. બેંકના કર્મચારીશ્રીઓ દ્વારા સીનીયર સીટીઝન માટેની કાર્યરત યોજનાઓથી લાભાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા તથા સહાય શાખા દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજનાના કુલ ૪ ફોર્મ સ્થળ પર ભરવામાં આવ્યા હતા. તદુપરાંત આધાર કાર્ડ, ઈ-કેવાયસી, મતદાર યાદીને લગત સ્વીપની કામગીરી તથા ૧૫ લાભાર્થીઓને ઉમરના દાખલા આપવામાં આવ્યા હતા. કેમ્પના સ્થળ પર વયોવૃધ્ધ લાભાર્થીઓની પાસે રહેલા તેમના આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ મેળવવા માટે વહીવટી તંત્ર તરફથી ઝેરોક્ષ માટેની અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નાગાજણ એમ.તરખાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી રજનીભાઇ ઠુંમર, મામલતદારશ્રી રાજેન્દ્રકુમાર પંચાલ, ડો.પુનિત વાછાણી, ડો.જે.એમ.વેસેટીયન, લીડ બેંક મેનેજરશ્રી, એસ.બી.આઇ. ધોરાજી શાખા, ડેપો મેનેજરશ્રી જી.એસ.આર.ટી.સી. ધોરાજી, રેવન્યુ વિભાગની ટીમ,અન્ય અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!