GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરનો વિદાય સમારોહ યોજાયો

તા.25/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષભાઈ પરમારની વડનગર નગરપાલિકા ખાતે બદલી થતાં તેમના સન્માનમાં એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનગર પાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર કે.જી. હેરમાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને શૈલેષભાઈને તેમના નવા કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી આ તકે મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાએ શૈલેષભાઈના ઉમદા વ્યક્તિત્વની નોંધ લઈને તેમને વડનગરમાં સફળતા અને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે પણ શૈલેષભાઈને તેમના ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મહાનગર પાલિકાના વોર્ડ એન્જિનિયર ઓએ શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કામ કરવાના તેમના અનુભવો રજૂ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી સમારોહ દરમિયાન મહાનગર પાલિકા દ્વારા શૈલેષભાઈ પરમારને શ્રીફળનો પળો અને સ્મૃતિચિહ્ન ભેટ આપીને ભાવનાત્મક વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે શૈલેષભાઈ પણ પરિવાર તરીકે સાથે કામ કરતા સાથી મિત્રોથી દૂર જવાનું દુઃખ તો થાય જ પરંતુ બદલી અને બઢતી સરકારની કામગીરીની પદ્ધતિનો એક ભાગ છે માટે જવું પડશે તેમ જણાવતા ભાવુક થયા હતા અને સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, અને આ સમારોહનું સ્વાગત પ્રવચન જનસંપર્ક અધિકારી સંજયસિંહ ચાવડાએ કર્યું હતું જ્યારે આભારવિધિ કુલદીપભાઈ પરમારે કરી હતી આ પ્રસંગે મહાનગર પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!