BANASKANTHAGUJARATKANKREJ

અસાલડી ખાતે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ યોજાયો..

અસાલડી ખાતે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ યોજાયો..

અસાલડી ખાતે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ યોજાયો..

ચૈત્ર મહિનો એ ધાર્મિક કાર્યનો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં દેવી દેવતાઓ ની રમેલ (જાતર),પ્રતિષ્ઠા,યજ્ઞનું વધુ મહત્વ રહ્યું છે ત્યારે હારીજ તાલુકાના અસાલડી ખાતે માતાજીના મંદિરના નિર્માણ માટે સ્વ.પશાભાઈ ચેહરાભાઈ પરિવારે જમીન આપેલ આ જમીનમાં સચિનકુમાર લક્ષ્મણભાઈ દ્વારા માતાજીનું પથ્થરનું મંદિર બનાવેલ આ મંદિરે તેરવાડીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ મહોત્સવ વૈશાખસુદ બીજ ને રવિવાર તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ ચમનભાઈ અજાભાઈ ના મુખ્ય યજમાનપદે શાસ્ત્રી સૌનિકભાઈ રોડા હાલ પાટણવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સાંજે ૫ કલાક સુધી યજ્ઞ યોજાયો હતો. જેસંગભાઈ અજાભાઈ પાટણ ના હસ્તે ધજા ચડાવેલ. માતાજી ની મંગલ આરતી શિક્ષક લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈએ ઉતારેલ.અનેક દાતાઓએ ચડાવા લઈ તથા રોકડ રકમ આપી સહભાગી થયા હતા. તેરવાડીયા પરિવાર દ્વારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા,મંત્રી વાલાભાઈ રાજપુર, શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ વાંસા,મંત્રી હસુભાઈ હારીજ,સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહીત પધારનાર મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નાનજીભાઈ, હરગોવનભાઈ, ગોરધનભાઈ, નાથાભાઈ, નીતિનભાઈ, પ્રહલાદભાઈ સહિત દરેક ભાઈઓએ અથાગ મહેનત કરી હતી.સ્વ.મેવાભાઈ મગનભાઈ પરિવાર દ્વારા રાત્રે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે પધારનાર ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા
પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!