
તા.૧૨.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર રાજકીય રેલ્વે પોલીસ અને RPF દ્રારા દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને લઇ રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન અને મુસાફરી કરતા મુસાફરોના માલ સામાનની ચેકીંગ કરવામાં આવી
દિલ્હીમાં બૉમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશન ના PI.જે.બી. રાઠોડ તથા પોલીસ સ્ટાફ અને રેલ્વે આર.પી.એફ પોલીસ દ્વારા દાહોદના રેલ્વે સ્ટેશન પર આવતી ટ્રેનો તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારની જગ્યાઓમાં ચેકિંગની કામગીરી કરાઈ.દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દાહોદમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાહોદ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન તેમજ તેમજ રેલ્વે સ્ટેશનના આસપાસના વિસ્તારોમા રેલવે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુરક્ષા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે છે. તેમજ શંકાસ્પદ વાહન, મુસાફરો અને તેમના સામાનની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત,પેટ્રોલિંગ પર વધારવામાં આવ્યું છે.




