ARAVALLIGUJARATMODASA

ઇસરી કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો અરવલ્લી જિલ્લાના SSC અને HSC બોર્ડમાં 43 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો અરવલ્લી જિલ્લાના SSC અને HSC બોર્ડમાં 43 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ

મેઘરજ તાલુકામાં આવેલ શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી કેન્દ્ર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેની અંદર તોરણ 10 ના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી તેમજ મીઠું કરાવી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય તેમજ કેન્દ્રના સંવાહક સહિત શિક્ષકો તેમજ મંડળના આગેવાનોએ વિદ્યાર્થીઓને મોં મીઠુ કરાવી પરીક્ષા માટે આવકાર્યા હતા અને શાંતિ પૂર્વક પરીક્ષા યોજાઈ હતી તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડો.ઉષાબેન ગામીત,મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ,ટ્રસ્ટીઓ,સામજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 11 માર્ચે પ્રારંભ થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 SSC અને 12 HSC સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધો. 10 બોર્ડની પરીક્ષા માટે 26 કેન્દ્રોના 69 બિલ્ડિંગમાં 667 બ્લોકમાં 18,671 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહ માટે 14 કેન્દ્રોમાં 10,702 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ માટે 03 કેન્દ્રોમાં 2,107 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે , ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના સંપૂર્ણ સુચારૂ આયોજન સાથે વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.અરવલ્લી જિલ્લાના SSC અને HSC બોર્ડમાં 43 પરીક્ષા કેન્દ્રોના 117 બિલ્ડિંગમાં 1124 બ્લોકમાં 31,570 પરીક્ષાર્થીઓ પરીક્ષા લેવાશે.મોડાસા શહેર તથા જીલ્લામાં ધોરણ 10 ના મોડાસાના પરીક્ષા કેન્દ્ર પર અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડો.ઉષાબેન ગામીત,મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ,ટ્રસ્ટીઓ,સામજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!