ખેરગામ ખાતે અરજદારની ફરિયાદ ન લેતા ફરિયાદી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખેરગામ પોલીસે ફરિયાદ નોંધી..

વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી જિલ્લાના ખેરગામના કાર્તિક પટેલે ખેરગામના સામાજિક યુવા આગેવાનને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર કોમેન્ટ કરનાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવા ખેરગામ પોલીસ મથકે પહોંચ્યા હતા.જ્યાં કાર્તિક પટેલની ફરિયાદ લેવાની બદલે એમના સાથે અશોભનીય વર્તન કરવામાં આવતા કાર્તિક પટેલને થયેલ કડવા અનુભવ બાબતે રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસવડાને રજુઆત કરવામાં આવતા ખેરગામ પોલીસને નાછૂટક ફરિયાદ લેવાની ફરજ પડતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અરજદારે કાર્તિક પટેલે અજાણ્યા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી અને એએસઆઈ હિતેશ પટેલે કહ્યું હતું કે એતો (આરોપી) તો ગાંડો છે. એના વિરુદ્ધ ફરિયાદ કરીને તું કેમ ગાંડો થાય છે એમ કહીને ધાકધમકી આપ્યાની આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી.જ્યારે ફરિયાદી કાર્તિક પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરતા અરજદારની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.આ બાબતે કાર્તિક પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબે યુવાનોમાં સામાજિક જાગૃતિ આવે અને વ્યસન તેમજ ખોટા રવાડે ચઢી કિંમતી સમય બરબાદ નહીં કરે તેમજ શિક્ષણની અધોગતી નહીં થાય તેવો વિડિઓ ઈન્સ્ટાગ્રામ અપલોડ કર્યો હતો. જેને લઈ કોઈક અજાણ્યા ઇસમે વીડિયોનો ભાવાર્થ સમજ્યા વગર ખુબ જ અભદ્ર કોમેન્ટ કરતા કાર્તિક પટેલને ખરાબ લાગતા તેઓ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. પરંતુ શરૂઆતમા ખેરગામ પોલીસ દ્વારા મારું અપમાન કરી ધક્કા ખવડાવેલ અને આરોપી ગાંધીનગરનો હોવાથી ત્યાં ફરિયાદ કરવી પડશે એમ જણાવી ગેરમાર્ગે દોર્યો હતો. આખરે મેં ગૃહમંત્રી અને જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરતા મારી ફરિયાદ લેવાની ફરજ પડી હતી. દરવખતે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો વિશે એલફેલ બોલતા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં પોલીસ ભારે ઠાગાથૈયા કરતી હોય છે. વધુમાં અરજદારના ફરીથી આક્ષેપ મુજબ ફરિયાદ લેતી વખતે એએસઆઈ હિતેશ પટેલે ફરીથી અરજદારને મારું નામ ફરિયાદમાં કેમ લખ્યું એમ કહી ધમકાવવાનો પ્રયાસ કરતા પોલીસ સ્ટેશનના ધક્કા અને દાદાગીરીથી કંટાળેલા કાર્તિક પટેલે જે બોલેલા છે તે જ ફરિયાદ કરી છે,હજુ વધારે ડરાવવવાનો પ્રયાસ કરશો તો પાછી ફરિયાદ કરીશ એવું બેટુંક સંભળાવી દેતા અરજદારનો પુણ્યપ્રકોપ જોઈ એએસઆઈ હિતેશ પટેલે ચૂપ રહેવાનું મુનાસીબ માન્યું હતું. અરજદારની ફરિયાદ નોંધી હતી..



