
તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન ચાર અને જોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અંતરિયાળ ગામના લોકોને સેવાકીય પ્રવૃત્તિના લાભ મળે તે શુભ આશયથી ચંદવાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે તારીખ 20/ 8/ 2025 ને બપોરે 3:30 કલાકે ધોરણ છ થી આઠ ના 200 થી વધુ વિદ્યાર્થીઓ ને 600 થી વધુ નોટબુકનું વિતરણ લાયન્સ ના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ,મંત્રી લાયન યુસુફી કાપડિયા’ ખજાનચી લાયન રાધેશ્યામ શર્મા, ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ના હસ્તે કરવામાં આવ્યું.બાળકોને શાળામાં લેવાતી ત્રિમાસિક કસોટી લખવામાં મદદ થાય તે માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બાળકો તેમજ શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શૈલેષભાઈ પંચાલ દ્વારા લાયન્સ ક્લબ દાહોદ સીટી ના આ બાળકોને ઉપયોગી કાર્યની પ્રશંસા કરી સાથે સાથે આભાર પણ વ્યક્ત કર્યો હતો





