દાહોદ જિલ્લાના લેખિત પરીક્ષા પાસ થયેલા ૪૫૭ ઉમેદવારોની ફીઝકલ ટેસ્ટ લેવાતાં ૧૩૩ પાસ

તા.૧૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વડોદરા એમ.એસ. યુનિ. પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી અગ્નીવીર આર્મી ભરતીનું થઇ રહેલું આયોજન
દાહોદ જિલ્લાના લેખિત પરીક્ષા પાસ થયેલા ૪૫૭ ઉમેદવારોની ફીઝકલ ટેસ્ટ લેવાતાં ૧૩૩ પાસ
દાહોદ : એ.આર.ઓ. અમદાવાદ દ્વારા વડોદરા એમ. એસ. યુ. પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે ૫ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધિ અગ્નીવીર આર્મી ભરતી યોજાઈ રહી છે. જેમા તારીખ.૧૩ જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લાના લેખિત પરીક્ષા પાસ થયેલા ૪૫૭ ઉમેદવારોને ફીઝકલ ટેસ્ટ માટે બોલાવેલ હતા, જેમાંથી ૩૦૯ ઉમેદવારો ભરતી રેલીમા હાજર રહ્યા હતા. જેમાંથી ૧૩૩ ઉમેદવારોએ ફીઝકલ એકઝમ પાસ કરેલ છે.આ ભરતી રેલીમા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામા આવતી ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમના કુલ.૩૪ ઉમેદવારો પાસ થયેલ છે. આવતીકાલે ૧૪ જાન્યુઆરીએ ઉમેદવારોના મેડીકલ ટેસ્ટ કરવામા આવશે. આ સમગ્ર અગ્નીવીર ભરતી રેલીમા દાહોદ જીલ્લા ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે વડોદરા જીલ્લા વહીવટી તંત્ર અને રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને રહેવા તેમજ જમવાની મફત વ્યવસ્થાઓ પણ કરવામા આવેલ છે. ઉપરાંત દાહોદ જીલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને ભરતી રેલીમા જવા અને આવવા માટે મફત મુસાફરી પાસ પણ આપવામા આવેલ છે



