જૂનાગઢમાં તા.૨૧મી નવેમ્બરે ભૂલકા મેળો-૨૦૨૪ યોજાશે
……
બાળ ઉછેર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જનજાગૃતિનો આશય
જૂનાગઢ તા.૨૦ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે તા.૨૧-૧૧-૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળો-૨૦૨૪ યોજાશે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ભૂલકા મેળોનો આશય બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકર, તેડાગર, માતા-પિતા અને સમુદાયના લોકોની બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જન જાગૃતિ લાવવાનો છે.