તા. ૦૯. ૧૨. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે વિદ્યાર્થીઓને હળવી કસરત કરાવવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હળવી કસરત કરાવવામાં આવી હતી અને કસરત, યોગ વિશે ના ફાયદાની સમજ આપવામાં આવી હતી આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કસરત કરાવવામાં આવી હતી.