DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરાયું.

તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ખાતે પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા હળવદ બેતાલીસ વણકર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદારો, ટ્રસ્ટીઓ, ટ્રસ્ટના સભ્યો સમાજ શ્રેષ્ઠીઓ અને સોલડી ગામ સમસ્ત વણકર સમાજ પંચ વડીલો, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે રવિરાજ વાઢેરે જણાવ્યું કે શિક્ષણમાંથી સંસ્કાર અને સંસ્કારથી નેતૃત્વ જ્યારે શિક્ષક અને શિક્ષણ સેવી મળે ત્યારે વિકાસનો માર્ગ સ્વયં પ્રકાશિત થઈ જાય છે.





