ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ નજીક આવેલ શ્રીનાથજી હોટલમાં ગ્રાહકે બાજરીનો રોટલો કાચો હોવાની ફરિયાદ કરતાં માલિકે ઉશ્કેરાયને ગ્રાહકને માર માર્યો

*ટાઉન પોલીસે હોટલ માલિક સામે જાતિ વિષયક અપમાનજક શબ્દો બોલી હુમલો કર્યાની ફરિયાદ દાખલ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી*

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા બાયપાસ રોડ નજીક આવેલ શ્રીનાથજી હોટલમાં ગ્રાહકે બાજરીનો રોટલો કાચો હોવાની ફરિયાદ કરતાં માલિકે ઉશ્કેરાયને ગ્રાહકને માર માર્યો

*મારા મારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ*

*ટાઉન પોલીસે હોટલ માલિક સામે જાતિ વિષયક અપમાનજક શબ્દો બોલી હુમલો કર્યાની ફરિયાદ દાખલ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી*

મોડાસા બાયપાસ માર્ગે આવેલ શ્રીનાથજી ઢાબાની હોટલમાં જમવા માટે આવેલ ગ્રાહકે રોટલો કાચો હોવાની ફરીયાદ કરતા હોટલ માલીક ગુસ્સે ભરાયા હતા અને ઝઘડો કર્યો હતો. તમારે ખાવુ હોય તો ખાવ રોટલા તો આવા જ રહેશે કહીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી હુમલો કરાયો હતો. જેમાં લાકડી વડે માર મારતા હાથના ભાગે ફેકચર થયું હતું. આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હોટલના માલિક સહિત ચાર ઈસમો સામે ફરીયાદ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા તાલુકાના કુંડોલ દહેગામડા અને હાલ મોડાસા ખાતે રહેતા મુકેશભાઈ લક્ષ્મણભાઈ ડામોરે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ મિત્ર સામે તા.૭/૧ ના રોજ મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલ શ્રીનાથજી ઢાબા ઉપર જમવા માટે ગયા હતા. ત્યારે બાજરીનો રોટલો કાચો હોવાની ફરીયાદ કાઉન્ટર ઉપર હાજર તારાચંદ હાથીરામજી લબાના તથા તેમનો દિકરો સંજયભાઈ હતા. ત્યારે હોટલ માલિક એકદમ ગુસ્સે થઈ કહેતા હતા કે તમારે ખાવું હોય તો ખાવ રોટલા તો આવા આવવાના અને હવે પછી હોટલમાં જમવા આવતા નહીં કહી ઝઘડો કર્યો હતો અને ગાળો બોલી જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી હુમલો કર્યો હતો. કાઉન્ટરની બાજુમાં મુકેલ લાકડીઓ લઈ મયુરભાઈ ને બરડાના ભાગે અને ફરીયાદીને હાથના ભાગે લાકડી ફટકા મારતા ફેકચર થયું હતું. આમ હોટલ માલિકે જમવા માટે આવેલ ગ્રાહક જોડે તકરાર કરી લાકડીઓ લઈ હુમલો કરી માર માર્યો હતો. જેથી આ અંગે મુકેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર એ મોડાસા કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં તારાચંદ હાથીરામજી લબાના અને સંજયભાઈ તારાચંદ લબાના (શ્રીનાથજી હોટલ, બાયપાસ રોડ, મોડાસા) નાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!