GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પાવાગઢ રોડ પર આવેલ બેઉલ્લાહ મેથોડિસ્ટ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરાઈ.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૧૨.૨૦૨૫

 

હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ જાંબુડી ખાતે બેઉલ્લાહ મેથોડીસ્ટ ચર્ચ ખાતે આજે ગુરુવારના રોજ પાળક રૅવ સુરેશ ખ્રિસ્તી સાહેબની આગેવાનીમાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરી હતી.25મી ડિસેમ્બર આજે ગુરુવારના રોજ સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નાતાલ એ ખ્રિસ્તીઓનો મુખ્ય અને સૌથી મોટો તહેવાર છે. ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલને ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવે છે.જેને લઇ આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખ્રિસ્તી સમુદાયના ભાઈ બહેનોએ સુંદર ગીતો બાઇબલના પવિત્ર વચનો અને ઉપદેશ અને ક્રિસમસ કાર્યક્રમો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે ફાધર પાળક રૅવ સુરેશ ખ્રિસ્તી સાહેબ દ્વારા ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્ર આધારિત ધર્મ ઉદ્દેશ પ્રેમ આણંદ શાંતિ સુખાકારીના આશીર્વાદની ઉપદેશ આપ્યો હતો.ત્યારબાદ પ્રજા સેવા તેમજ એકબીજા સાથે હસ્ત વંદન કરી એકબીજા સાથે મોટી સલામી પાઠવવામાં આવી હતી.અને ચોકલેટ કેકની વહેચની કરી હરસ પરસ ભાઈચારા અને પ્રેમની નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રીસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!