વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૨૧ જાન્યુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપર તાલુકા દ્વારા સેવા સાધના કાર્યાલય-રાપર ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી.તાલુકા અધ્યક્ષ રમેશભાઈ મઢવીએ શાબ્દિક સ્વાગત સહ આવકાર આપ્યો હતો. ત્યારબાદ મુખ્ય વકતા અનિલભાઈ રાઠોડ દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા શિક્ષકોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયાએ માત્ર હક નહિ પણ ફરજ ને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠન ની ગતિવિધિ ની માહિતી આપી હતી.. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા ઉપાધ્યક્ષ રણજીતસિંહ પરમાર,માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ અજયભાઈ પટાટ,રાપર તાલુકા જિલ્લા કારોબારી સદસ્ય કનુજી ઠાકોર સહિત રાપર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ તાલુકા મહામંત્રી અભિજીત ઝાએ કરી હતી.