BHUJGUJARATKUTCH

નાણાંકીય વર્ષના અંતે સરકારી કામકાજ માટે ટ્રેઝરી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે : કચ્છ કલેક્ટર આનંદ પટેલનો મહત્વપૂર્ણ આદેશ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૩૧ માર્ચ : નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ પૂર્ણ થઈ રહ્યું હોવાથી, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સરકારની ગ્રાન્ટમાંથી ટ્રેઝરી કચેરી દ્વારા અમુક ચૂકવણીઓ કરવાનું જરૂરી બને છે. આ કામગીરીને પહોંચી વળવા અને સરકારી કામકાજ સુચારુરૂપે ચાલે તે માટે, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જી.ટી.આર. ૨૦૦૦ ના નિયમ ૩૦૫ હેઠળ મળેલી સત્તાની રૂએ એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, ભુજ જિલ્લા ટ્રેઝરી હેઠળની તમામ જિલ્લા ટ્રેઝરી અને સબ-ટ્રેઝરી કચેરીઓ મંગળવાર, તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે ત્યાં સુધી સરકારી કામકાજના વ્યવહારો માટે કાર્યરત રહેશે.

આ ઉપરાંત, સરકારી રોકડ વ્યવહારોનું સંચાલન કરતી બેંકોને પણ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભુજ, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલિયા અને દયાપર શાખાઓ, તેમજ બેંક ઓફ બરોડાની રાપર શાખાનો સમાવેશ થાય છે. આ તમામ બેંક શાખાઓ પણ મંગળવાર, ૩૧મી માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૧૦ વાગ્યા સુધી અને ત્યારબાદ આગળની સૂચના ન મળે ત્યાં સુધી સરકારી કામકાજ માટે ખુલ્લી રહેશે. સરકારી નાણાંકીય લેવડદેવડ માટે જરૂર જણાય તો સંબંધિત બેંક મેનેજરોને ૩૧મી માર્ચના રોજ ટ્રેઝરી અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા માટે આદેશમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!