GUJARATHALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમા નોરતે વાદળછાયા વાતાવરણ ભક્તોએ માતાજીના દર્શન કર્યા,મંદિર પરિસર ખાતે હોમ હવન યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી હાલોલ

તા.૩૦.૯.૨૦૨૫

આદ્યશક્તિ માં ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી, ચૈત્રી તેમજ આસો નવરાત્રી માં આઠમ ના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.જેના પગલે હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રિના આઠમના રોજ વાદળછાયુ વાતાવરણ વાદળછાયુ વાતાવરણ તેમજ રોપ વે સુવિધા બંધ હોવા છતાં યાત્રાધામ પાવાગઢ ખાતે અડધો લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.  ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે આઠમના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠમાં આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. ૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત તેમજ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જો કે આશ્ચર્યજનક રીતે આસો નવરાત્રી ના પ્રથમ છ નોરતા બાદ વરસાદી વાતાવરણ થતા તેમજ છેલ્લા ત્રણ દિવસથી રોપવે સદંતર બંધ રહેતા ડુંગર ખાતે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.ગત સોમવાર ના રોજથી શરૂ થયેલ નવરાત્રી પર્વ માં આઠમા (મંગળવાર) નોરતા ને લઈને સોમવાર રાત્રેથી નવરાત્રી ની આઠમ ના દર્શન કરવા ભક્તો પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.જેને લઇ મુખ્ય માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.અને  મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર માતાજીના ભક્તો મંદિર ના નિજ દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.  સવારે પાંચ વાગે મંદિરમાં માતાજી ની મંગળા આરતી થતા ભક્તો એ આરતીનો લાભ લીધો હતો. આરતી સાથે દર્શન ની શરુઆત થઇ હતી.વર્ષ દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી તેમજ આસો નવરાત્રી માં નિજ મંદિર પરિસર ખાતે આઠમનો હવન યોજાતો હોય છે. જે અંતર્ગત આજરોજ આસો નવરાત્રી ની આઠમનો હવન થયો હતો.જ્યારે હાલમાં કાર્યરત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ની આવકારદાયક પહેલ દ્વારા જે રીતે આમ માઇ ભક્તો નીજ મંદિરના શિખર પર ધ્વજારોહણ નો લાહવો મળે છે. તેમજ પાદુકા પૂજન, શ્રી યંત્ર પૂજન તેમજ અન્નકૂટ ધરવાનો લાહવો મળે તે પ્રકારનું સરસ આયોજન કર્યું છે. રજત તુલા પણ ભક્તો માટે શરૂ કરવામાં આવી છે.તેવી જ રીતે ચાલુ વર્ષે મંદિર પરિસર સમીપ યજ્ઞ શાળા નું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થવા તરફ છે. ત્યારે આજે આઠમના રોજ યજ્ઞ શાળાનું વાસ્તુ પૂજન પણ કરવામાં આવ્યું હતું.દિવાળી બાદ થી આ યજ્ઞ શાળા માં ભાવિક ભક્તો યજ્ઞ તેમાં પૂજા અર્ચના કરી શકશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાય રહ્યું છે.આજ રોજ આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જે હવનમાં પૂજા અર્ચના તેમજ આહુતિ આપવા માટે માતાજીના આમ ભક્તો ને પણ યજમાન તરીકે બેસવાનો લાભ મળે તેવી અપેક્ષા માઈ ભક્તો મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ હાલમાં છે. તે ટ્રસ્ટી મંડળ ભક્તોની ધાર્મિક આસ્થા પ્રત્યે સતત સજાગ રહે છે.એક પછી એક અવનવા માતાજીની આરાધના માં ભક્તોને સહભાગી કરી રહ્યા છે.તો ભક્તો આવા સતત કાર્યશીલ રહેતા ટ્રસ્ટી મંડળ પાસે હવનમાં યજમાની કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!