પાવાગઢ ખાતે બે છકડા ભટકાતા સર્જાયો અકસ્માત, અમદાવાદનો પરિવાર થયો ઇજાગ્રસ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧૧.૨૦૨૪
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા અમદાવાદનો પરિવાર દર્શન કરી ખાનગી છકડામાં બેસી પાર્કિંગ માં મુકેલા પોતાના વાહન સુધી જઈ રહ્યો હતો ત્યારે બે છકડા ભટકાતા થયેલા અકસ્માતમાં ઇજગ્રસ્ત થયેલા દર્શનાર્થી પરિવારના મોભીને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેઓને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા રાજેશભાઇ સુથાર પરિવાર સાથે આજે પોતાનું ખાનગી વાહન ટેમ્પો લઈ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા.આજે રવિવાર ની જાહેર રજા હોવાથી દર્શનાર્થીઓની ભારે ભીડ અને જિલ્લા કલેક્ટર ના જાહેરનામા ને કારણે તેઓ તળેટી થી દુર જામા મસ્જિદ તરફ ના એક ખાનગી પાર્કિંગ માં પોતાનું વાહન મૂકી ખાનગી છકડામાં બેસી બસ સ્ટેશન અને ત્યાંથી માચી પહોંચ્યા હતા.સાંજે તેઓ દર્શન કરી પુનઃ એસટી બસ માં તળેટી પહોંચ્યા હતા.અને પાર્કિંગમાં મુકેલા તેમના વાહન સુધી પહોંચવા તેઓ અહીં માતેલા સાંઢ ની જેમ બે ફામ ફરતા ખાનગી છકડા માં બેસી પાર્કિંગ સુધી જવા નીકળ્યા હતા.વડાતલાવ રોડ ઉપર બે છકડા સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઇ ને ઇજાઓ પહોંચી હતી.જેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ ની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.












