GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુર કે કે હાઇસ્કુલ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર દ્વારા ચૂંટણી અંગેની બેઠક મળી

તારીખ ૧૫/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી ફાલ્ગુન પંચાલ દ્વારા વેજલપુર ની કે.કે હાઈસ્કૂલ ખાતે કાલોલ મામલતદાર તેમજ કાલોલ ટીડીઓ અને તાલુકા પંચાયતના સભ્ય સહિત વેજલપુરના પીએસઆઈ અને ગ્રામજનો ની હાજરીમાં ચૂંટણી અંગેની બેઠક મળી ૧૦૦% મતદાન થાય સ્ત્રીઓનું અને પુરુષોનું સમાન મતદાન થાય તેમ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ,ઉનાળાની ગરમીમાં મતદારો માટે પાણી સહિતની તમામ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે તે માટે આ મીટીંગ કરવામાં આવી હતી. મદદનીશ ચૂંટણી અધિકારી એ જણાવ્યુ કે લોકોની રજૂઆત સાંભળી છે અને જે મતદારો એ મતદાન મથક દૂર હોવાની રજૂઆત કરી છે તે બાબતે ઘટતુ કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!