GUJARATIDARSABARKANTHA
વડાલી ખાતે સંયુક્ત પશુપાલન નિયામકશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી
વડાલી ખાતે સંયુક્ત પશુપાલન નિયામકશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી
******
સાબરકાંઠા જિલ્લામાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ડૉ.કે.જી.બ્રહ્મક્ષત્રી દ્વારા વડાલી તાલુકાના ડોભાડા અને હાથરવા કંપા ખાતે પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી. સંયુક્ત પશુપાલન નિયામકશ્રીએ ખેડૂત મિત્રોની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક આયામોના ઉપયોગ સંદર્ભે વિશેષ માહિતી મેળવી હતી. સાથે જ આસપાસના અન્ય ખેડૂત મિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જણાવ્યુ હતુ.
જયંતિ પરમાર સાબરકાંઠા