ARAVALLIGUJARATMODASA

મોડાસા : કુમકુમ નવરાત્રી મહોત્સવ દરમિયા એક યુવકની તબિયત લથડી, પોલીસ ફરી એક વાર બની સહારો.. નવરાત્રીના સમયે આરોગ્ય ટીમ ની હાજરી સામે સવાલો..!!

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસા : કુમકુમ નવરાત્રી મહોત્સવ દરમિયા એક યુવકની તબિયત લથડી, પોલીસ ફરી એક વાર બની સહારો.. નવરાત્રીના સમયે આરોગ્ય ટીમ ની હાજરી સામે સવાલો..!!

નવરાત્રીના તહેવાર હવે પૂર્ણતાના આરે છે સાથે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘુમ્યા સાથે માઁ અંબાની ભક્તિ સાથે આરાધના કરી અને મોડાસામાં વિવિધ જગ્યાએ ધામ ધૂમથી નવરાત્રી નું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું.

સાથે ફરી એક વાર એક યુવકની તબિયત લથડતા અફરાતફરી મચી હતી જેમાં થોડા દિવસ પહેલા રમઝટ ખાતે એક યુવકની તબિયત લથડી હતી તો બીજી બાજુ હવે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ એક યુવકની તબિયત લથડી હતી જેમાં મળતી માહિતી મુજબ ગત રાત્રી ના સમયે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી સમય દરમિયાન યુવકની તબિયત લથડતા અફરાતફરી મચી હતી જેને લઇ ફરી એક વાર મોડાસા પોલીસ સહારો બની હતી જેમાં રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટાફે તત્કાલિક પોતાના સરકારી વાહનમાં યુવકને સાર્વજનિક હોસ્પિટલ લઈ ગઈ તેને સારવાર અર્થ એ હોસ્પિટલ ખસેડાયો હતો આમ પોલીસ નું ઉમદા કાર્ય સામે આવ્યું હતું પરંતુ આ બધી બાબતો સામે આરોગ્ય તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે કેમ કે મોડાસા શહેરમાં જો આટલી મોટી નવરાત્રીનું આયોજન થતું હોય પરંતુ આરોગ્ય ટીમ જોવા ન મળે તો સવાલો અવશ્ય થશે..? આ બધી બાબતો વચ્ચે જવાબદાર કોણ..?કોઈ અણબનાવ બન્યો તો જવાબદાર કોણ..? ત્યારે શહેરમાં થતા નવરાત્રી મહોત્સવના આયોજન ને લઇ પણ અનેક સવાલો ઊભા થયા છે. તંત્ર પણ જાણે કે ચુપ હોય તેવો ઘાટ છે. કેમ કે હોતી હૈ ચલતી હૈ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે

Back to top button
error: Content is protected !!