GUJARATKUTCHMANDAVI

માંડવીની શેઠ એસ.વી. કોલેજમાં અટલજીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી : કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા.5 જાન્યુઆરી : તાજેતરમાં કચ્છ જિલ્લાની માંડવી સ્થિત શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર કવિ શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે ‘અટલ કાવ્ય પઠન સ્પર્ધા’ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અટલજીના રાષ્ટ્રપ્રેમને યાદ કરી સુંદર કવિતાઓનું પઠન કર્યું હતું. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જાહન્વીબેન રાજગોરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે દ્વિતીય ક્રમે રમીલાબેન સુંઢા અને પૃથ્વીરાજસિંહ ચાવડા તેમજ તૃતીય ક્રમે દેવ સાધુ વિજયી જાહેર થયા હતા. તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પુસ્તક, શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જિજ્ઞાસાબેન ભટ્ટ, તિતિક્ષાબેન ઠક્કર અને બંસીબેન ગઢવીએ સેવા આપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કીર્તિદાબેન વ્યાસે કુશળતાપૂર્વક કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશભાઈ બારડએ તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અટલજીના જીવન અને કવનને સ્મરતા જણાવ્યું હતું કે અટલજીનો રાષ્ટ્રપ્રેમ, તેમની વિકાસદ્રષ્ટિ અને સાહિત્યિક યોગદાન આજે પણ યુવા પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ રીતે સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને કાવ્યપ્રેમ સાથે અટલજીની સ્મૃતિઓને તાજી કરી એક નવા આયામને સ્પર્શનારો સાબિત થયો હતો.તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠક્કર,M.A., B.Ed., GSET

આસિસ્ટન્ટ પ્રોફેસર,શેઠ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,માંડવી-કચ્છ,મોબાઈલ 9712020360

titixathacker1999@gmail.com.

Back to top button
error: Content is protected !!