વાવ થરાદ કલેકટર કચેરી ખાતે કલેકટર જે એસ પ્રજાપતિએ પત્રકારો સાથે બેઠક યોજી ! જીલ્લામાં શિક્ષણ વધે તે માટે પ્રયાસો કરાશે
31 ઓક્ટોબર સુધી તમામ સહાયો ચુકવવા અને આપવા સમાજ સુરક્ષા અધિકારીઓને સુચના આપી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર જે એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને વાવ થરાદ જિલ્લાના મિડીયા કર્મીઓની બેઠક યોજાઇ હતી તે બેઠકમાં તમામ મીડીયાકર્મીએ કલેકટર જે એસ પ્રજાપતિનું નવા જિલ્લામાં કારભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિવિધ મુદ્દાઓને લઈને કલેકટરે પત્રકારોને માહિતગાર કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે એકત્રીસ ઓક્ટોબર સુધી વાવ થરાદ જિલ્લામાં વિધવા સહાય, દિવ્યાંગ અથવા અતિ પછાત સમાજના લોકોની જે સહાયો છે તે ચૂકવવા માટે સમાજ સુરક્ષા અધિકારી સાથે બેઠક થઈ ગઈ છે અને ચૂકવવામાં આવશે તે સૂચના આપી દીધી છે તેમજ વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રયાસો ચાલુ છે તેમજ જે વરસાદી પાણી ભરાયેલા છે તે ગામોમાં હજી પાણી છે તે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની અમે ચાલુ કરી દીધી છે તેમજ સિંચાઈ વિભાગ સહિત તમામ તંત્ર કામે લાગ્યુ છે તેમજ નર્મદા કેનાલ મારફતે નિકાલ થતો હતો ત્યાં કેનાલ તૂટી ગઈ છે પાણી બંધ કરવામાં આવ્યું છે અને તેનો કાયમી પાણીનો કઈ રીતે નિકાલ કરવામાં આવે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેના માટે નર્મદા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો પણ ગોઠવવામાં આવી છે તેમજ થરાદ અને ભાભર નગરપાલિકા વિસ્તારમાં ગંદકીને લઈને સૂચના આપવામાં આવી છે પ્લાસ્ટિક કચરો ગામમાં હોય ભેગો થાય અને સમસ્યાઓ યથાવત હોય તેવી જગ્યાઓઓ જોવા મળશે તો તેને દૂર કરવા માટે પણ તેનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ જ્યાં આગળ ગંદકી હશે ત્યાં ગામના સરપંચ ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમજ થરાદ અને ભાભરના વેપારીઓને પણ ટકોર કરી દીધી છે કે એમની દુકાનો આગળ દબાણ હશે તો દૂર કરવામાં આવશે તેમજ શિક્ષણને લઈને પણ બેઠકો ચાલુ છે પ્રિન્સિપાલો અને કોલેજના પ્રોફેસર સાથે બેઠકો ચાલુ છે ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભણી શકે તેના માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેમજ મારા માનવા મુજબ વાવ થરાદ જિલ્લામાં 50થી વધુ લાયબ્રેરીઓ ચાલુ કરવાની છે સરકારી શાળાઓ અને પંચાયતોમાં ની જગ્યાઓમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવશે વિદ્યાર્થીઓ ભણી શકે અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે અને જિલ્લાનું નામ રોશન કરી શકે તેના માટે પ્રયાસો ચાલુ છે તેમજ મારુ પ્રથમ પગથિયું સ્વચ્છતા અને સફાઈ અભિયાન છે અને તે વધારવામાં આવશે અને વહીવટીતંત્ર અને મીડિયા કર્મીઓ સાથે મળીને જિલ્લામાં અભિનય ચલાવીશુ તેમજ કોઈપણ સમસ્યા હોય તો એને ઉજાગર કરવી અને મારા સુધી સમસ્યા આવે તેવા પ્રયાસો કરવી જોઈએ….