GUJARATSAYLA

*સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૌતિક સુવિધાનો આભવ.*

સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બન્યા બિસ્માર.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આંતરિયાળ ગામો જેવાકે ધજાળા થી ખિટલા બોર્ડ, ધજાળા થી દેવગઢ બોર્ડ,સુદામડા થી ધાંધલપુર ધાંધલપુર થી રાતડકી જવા ના રસ્તાઓ અતિ બિસ્માર હાલત અને ખાબડ ખૂબડ બન્યા હોવાથી લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે . તાલુકા મથકે તેમજ જિલ્લામાં જવા માટે બધા રસ્તાઓ તૂટ્યા હોવાથી સાયલા તાલુકના ગામોમાં ભારે હેરાન ગતિ જોવા મળી છે. ધજાળા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી બસો પણ ગણી ગાઠી આવતી હોવાથી ગ્રામજનોને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ સિંગલ રસ્તાઓ હોવાને કારણે ભારે અગવડતા નો સામનો કરીને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે બાળકોને સ્કૂલ તેમજ વૃદ્ધ અને દર્દીઓને રસ્તાઓ ખરાબ હોવાને કારણે સમયસર પહોંચવામાં ભારે તકલીફ વેઠવી પડતી હોય ત્યારે જોવાનું રહ્યું કે સાયલા તાલુકાના આતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના લોકોને સ્કૂલો, રસ્તાઓ,પાણી, હોસ્પિટલ,તેમજ પોલીસ સ્ટેશન ,આંગણવાડીઓનો ના મકાનો નો અભાવ જોવા મળે છે.ધજાળા પોલીસ સ્ટેશન પંચાયત મકાનમાં કાર્યરત છે .જેમાં ૩૨ જેવા પોલીસ કર્મીઓ ફરજ પર છે .પોલીસ સ્ટેશનની જમીન ફાળવણી થઈ હોવા સતા પોલીસ સ્ટેશન ની કામગીરી ની રાહ જોવાઇ રહી છે.તેમજ ધજાળા માં સામુહિક આરોગ્ય કેન્દ્રની જમીન ફાળવણી પણ થઈ ગઈ છે .સ્કૂલની ની વાત કરવામાં આવેતો ધજાળા કુમાર / કન્યા શાળા એક જ બિલ્ડીંગ માં ચાલી રહ્યું છે.આંગણવાડી ના બાળકો પણ જુના ખખડધજ મકાનો માં જઈ રહ્યા છે. આવા ગ્રામ્ય વિસ્તારના લોકોને ક્યારે ભૌતિક સુવિધાઓ મળશે એ પણ એક પ્રશ્ન છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!