વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં વિદ્યાર્થી અભ્યાસકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

13 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ વિદ્યાધામ ભાગળ(પીં )સંચાલિત શ્રી એસ ડી એલ શાહ હાઇસ્કુલ અને શ્રીમતી એસ.કે શાહ પ્રાથમિક શાળાના બાળકોને રોટરી ક્લબ। પાલનપુર અને શ્રીમતી તારાબેન અને શ્રી મૂળચંદભાઈ. કે. ભણસાલી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કીટ વિતરણ નું સુંદર કાર્યક્રમનું આયોજન થયું જેમાં બાલમંદિર થી માંડીને ધોરણ-12 સુધીના દરેક બાળકને શૈક્ષણિક અભ્યાસ કીટ આપવામાં આવી જેમાં મુખ્ય દાતા ના કુટુંબમાંથી શ્રી મેહુલભાઈ.જે.ભણસાલી તેમના પત્ની શ્રીમતી બિંદુબેન દીકરો જય અને તેમના પત્ની દર્શનાબેન પણ હાજર રહ્યા હતા રોટરી ક્લબમાંથી પ્રોજેક્ટ ચેરમેન તરીકે ડોક્ટર શોધનભાઈ શેઠ પ્રમુખશ્રી નિલેશભાઈ પુજારા સેક્રેટરી એવા શ્રી લલીતભાઈ જાદવ ઉપરાંત મનોજભાઈ જોશી ડોક્ટર પિનાકીનભાઈ પટેલ રાહુલભાઈ અગ્રવાલ ચિરાગભાઈ મોદી વગેરે હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ અને શિક્ષક ગણ દ્વારા સમગ્ર મહેમાનો નું ઉમળાકેભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓની લાગણી અને ઉત્સાહ જોઈને દાતા શ્રી ગદગદિત થઈ ગયા હતા તેમના તરફથી ખરેખર બાળકોને ઉપયોગી થાય તેવી અત્યંત સુંદર વિદ્યાર્થી અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આચાર્યશ્રી દ્વારા ખાસ ડોક્ટર શોધનભાઈ શેઠ અને શાળાના શિક્ષક અને તેમના મિત્ર એવા કિરીટભાઈ જોશીનો પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં સેતુ બનવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





