અરવલ્લી ના મલાસા હેલ્થ સેન્ટરની મહિલા શસક્તિકરણ જીવતો જાગતો પુરાવો….

અરવલ્લી ના મલાસા હેલ્થ સેન્ટરની મહિલા શસક્તિકરણ જીવતો જાગતો પુરાવો…. અનોખી કામગીરી ને લઈ ગામલોકો ખુશ…. – મચ્છર નિયંત્રણથી લઈ સગર્ભા કાળજી સુધી તમામ બાબતો ની કાળજી થી ગામ ખુશ…
મલાસા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આ કામગીરી ગામના આરોગ્ય અને વિકાસ માટે પ્રેરણાસ્રોત બની રહી છે.
આવા પ્રયાસો ભવિષ્યમાં ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય સ્તરને વધુ મજબૂત બનાવશે.
અરવલ્લી જિલ્લાના મલાસા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ગ્રામજનોના આરોગ્ય અને સુખાકારી માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે. મચ્છરજન્ય રોગોના પ્રસારને અટકાવવા માટે ગામની શેરીઓથી લઈને મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો અને નાની ગલીઓ સુધી દવાનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો. મચ્છરના પ્રકોપથી લોકો હેરાન ન થાય તે માટે આ અભિયાનને સ્થાનિક લોકોએ ખૂબ સરાહ્યું. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ટીમે ગામમાં સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી સાથે સારવાર પૂરી પાડી રહી છે. નિયમિત ચેકઅપ, આરોગ્ય સલાહ અને જરૂરી દવાઓની સુવિધા ઉપરાંત, આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલા તત્કાલ પ્રશ્નોના ઉકેલ માટે પણ મદદરૂપ બની રહી છે.
સાથે સાથે, સગર્ભા મહિલાઓને મમતા કાર્ડ અને અન્ય માતૃત્વ સંબંધિત યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મલાસા ગામમાં ચાલી રહેલી આ સેવાઓથી સ્થાનિક લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ખાસ વાત એ છે કે આ સેવાઓમાં મહિલાઓનું સક્રિય નેતૃત્વ અને ભાગીદારી જોવા મળી રહી છે, જે પુરુષ પ્રધાન સમાજમાં મહિલા શક્તિને ઉજાગર કરે છે. આજના યુગમાં મહિલાઓનો આ પ્રકારનો સશક્ત પ્રદાન માત્ર આરોગ્ય ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત છે. મલાસા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આ અનોખી કામગીરી ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને ભવિષ્યમાં આવા પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય સ્તરને વધુ મજબૂત બનાવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા




