
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ.
અંજાર,તા-27 માર્ચ : સમગ્ર શિક્ષા કચ્છ અને બીઆરસી ભવન અંજાર દ્વારા આજ તારીખ 26 માર્ચ 2025 ના બુધવારના રોજ ડી.વી. હાઈસ્કૂલ ખાતે કેરિયર ગાઇડન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રીકમદાસજી મહારાજ, અંજાર શાસનાધિકારી અને એ ઇ આઈ શ્રી મુળજીભાઇ, બી. આર. સી કૉ. ઓર્ડીનેટર મયુરભાઈ, આઈ.ટી.આઈ પ્રિન્સિપલ શ્રી રોહિતભાઈ, શાળાના આચાર્ય શ્રી ઉમેશભાઈ વ્યાસ, એ. આર. વી. ઈ. અવનીબેન , SMDC ના સભ્ય શ્રી મહાદેવભાઈ, વોકેશનલ ટ્રેનર અજયભાઈ, આઈ.ટી.આઈ ના ઇન્સ્ટ્રક્ટર શ્રી નીતિનભાઈ અને મિલનભાઈ વગેરે ગણમાન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અને સાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું.. સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ એ પ્રસંગને અનુરૂપ આશીર્વચન પાઠવ્યા.. શાસનાધિકારી શ્રી મૂળજીભાઈ અને આઈટીઆઈ પ્રિન્સિપાલ શ્રી રોહિતભાઈ એ વિદ્યાર્થીઓને પોતાના ભાવિ જીવનના ઘડતર સંદર્ભે પ્રેરક માર્ગદર્શન આપ્યું.. ત્યારબાદ આઈટીઆઈ ના ઇન્સ્ટ્રક્ટર શ્રી નીતિનભાઈ અને મિલનભાઈ દ્વારા આઈ.ટી.આઈ નો પરિચય આપીને તેમાં ચલાવવામાં આવતા વિવિધ ટ્રેડ વિશે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વર્કશોપમાં સહભાગી બનનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા અને ઉપસ્થિત તમામને અલ્પાહાર કરાવવામાં આવ્યો. કાર્યક્રમની આભાર વિધિ બી.આર.સી કોઓર્ડીનેટર મયુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.




