ગુજરાત સરકારના નાણા મંત્રીનાં હસ્તે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત.

તારીખ ૧૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) એ એક કેન્દ્રીય યોજના છે.આ યોજના 2020 માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને જે અંતર્ગત શહેરી વિકાસ વર્ષ 2025 ના ભાગરૂપે સ્વાનિધી સમારોહમાં તારીખ આંઠ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં કાલોલ નગરપાલિકામાં શહેરી ફેરિયાઓ ને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્થાનિક સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય પ્રયાસો માટે ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે Pm.Svanidhi 2023-24 માટે ‘પ્રાઇઝ’ એવોર્ડ મળ્યો છે.જેમાં ભારત સરકાર દ્વારા શહેરી ફેરિયાઓ ને તેઓની આજીવિકા માટે કેપિટલ લોન આપવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) માર્ચ 2030 સુધી લાગુ કરવાં આવેલ છે. જેમાં વધુ માહિતી માટે કાલોલ નગરપાલિકા nulm વિભાગમાં મુલાકાત લેવા અપીલ કરવામાં આવ્યું છે.






