GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત chess ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ કેટેગરીના ત્રણ બોયેઝ અને ત્રણ ગર્લ્સને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રણ અલગ-અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક chess ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.નવસારી જિલ્લાના chess ની રમતના ઉત્સુક રમતવીર યુવક યુવતીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક કેટેગરીમાં છોકરીઓ તથા છોકરાઓ માટે અલગથી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનું મુખ્ય હેતુ મહાનગરપાલિકા દ્વારા રમતગમત પ્રત્યે રસ અને પ્રતિભાનું ઉત્કર્ષ વ્યક્ત કરવાનું રહ્યું હતું. દરેક કેટેગરીમાં ટોપ 3 બોયઝ તથા ટોપ 3 ગર્લ્સને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા તેમજ દરેક પાર્ટિસિપેટ કરનારને સર્ટિફિકટ એનાયત કરવામાં આવ્યા હતા. ત્રણેય કેટેગરીઓમાં ટોપ 3 વિજેતા છોકરાઓ અને છોકરીઓને નવસારી મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.



