પીંગળી ગામે દૂધના ફેટ ઓછા કેમ આવે છે તેમ પૂછતા ડેરીના ચેરમેન સહિત ચાર વ્યક્તિઓએ મારામારી કરતા નોંધાઈ ફરિયાદ

તારીખ ૩૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે રાજપુર ટેકરાવાળા ફળિયા મા રહેતા કલ્પેશકુમાર વિજયસિંહ સોલંકી દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓના ભાઈ અરવિંદભાઈ દૂધની ડેરી ઉપર અમારી ભેંસના દૂધના ફેટ કેમ ઓછા આવે છે તેવું પૂછવા ગયા હતા તે સમયે ડેરીના ચેરમેન મગનભાઈ છગનભાઈ સોલંકી ડેરી ઉપર હાજર હતા અને તેઓએ અરવિંદભાઈ ને ગંદી ગાળો બોલી તું અહીંયાથી જતો રહે દૂધના ફેટ જે આવે છે તે બરાબર છે તેમ કહ્યું હતું ત્યારબાદ ડેરીના ચેરમેન મગનભાઈ સોલંકી લાકડી લઈને તેમજ અમરસિંહ છગનભાઈ સોલંકી લોખંડની નરાસ લઈને બળવંતસિંહ ચતુરભાઈ સોલંકી અને દિનેશસિહ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા ખેતરમાં જવાના રસ્તા પર અરવિંદભાઈ ને ગાળો બોલી ગડદા પાટુ નો માર મારતા હતા જેથી ફરિયાદી તેઓને છોડાવવા ગયા હતા ત્યારે બળવંતસિંહ અને દિનેશસિહે માર માર્યો હતો તેમ જ અમરસિંહ એ માથામાં નરાસ મારતા ફરિયાદી લોહી લુહાણ થઈ ગયા હતા. ઉમા બૂમ સાંભળી તેઓના કાકા પ્રવિણસિંહ છોડાવવા આવ્યા હતા ત્યારે તેઓના માથામાં પણ નરાસ મારી દીધી હતી. અરવિંદભાઈ ની છોકરી ને પણ ગડદા પાટુ નો માર મારી પેટમાં લાતો મારી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ રસ્તો ને કાલોલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરિયાદીને રજા આપી દીધી હતી તેમજ પ્રવીણભાઈ અને સિગ્મા ને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર મેમો આપ્યો હતો. સમગ્ર બાબતે ચાર ઈસમો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





