જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ધી.એમ.એસ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મહુલીયા ખાતે બાળ સુરક્ષા અંગેની જાગૃતિ શિબિર યોજાઈ
ગોધરા:-
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરા દ્વારા ધી.એમ.એસ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મહુલીયા ખાતે બાળ સુરક્ષા અંગેની જાગૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલસા), ન્યૂ દિલ્હી તથા આમદવાદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો પ્રારંભ પંચમહાલ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી સી.કે. ચૌહાણ તથા સચિવ શ્રી કે.કે. પટેલ ના માર્ગદર્શન હેઠળ થયો હતો.જેમાં વિવિધ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં શાળાના 240 વિદ્યાર્થીનીઓ અને 280 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળ સુરક્ષા અધિકારી રાજેશભાઈ પગી એ બાળ લગ્ન, બાળ મજૂરી, બાળ ભિક્ષુક તેમજ સંબંધિત કાયદાઓ અને સજાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે આવી સમસ્યાઓના નિવારણ માટે ક્યાં ફરિયાદ કરવી અને કેવી રીતે કાયદાનો સહારો લઈ શકાય છે.
વધુમાં જાતીય ગુનાઓ સામે રક્ષણ અંગે પેરાલીગલ વોલન્ટિયર જશવંતભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા પોક્સો એક્ટ 2012 અંતર્ગત જાતીય ગુનાઓ સામે બાળકોના રક્ષણની જોગવાઈઓ, જાતીય સતામણી અને આ કાયદાના વિવિધ પ્રાવધાનો વિશે માર્ગદર્શન આપ્યું. સાથે સાથે, વિદ્યાર્થીઓને હેલ્પલાઇન નંબર અને આવાં ગુનાઓ સમયે કઈ બાબતો ધ્યાનમાં લેવી તે અંગે માહિતી આપવામાં આવી હતી જવધુ માં બાળકો ને ગુડ ટચ અને બેડ ટચ અંગે માર્ગદર્શન અપાયું
એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ પોલીસ અધિક્ષક કચેરી, ગોધરા તરફથી સોનલબેન દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપવામાં આવી, જેથી બાળકો પોતાનું રક્ષણ કરી શકે આ આયોજન માટે શાળાનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું શાળાના પ્રિન્સિપાલ મનીષાબેન બારીયા, શાળાના શિક્ષકો અને સ્ટાફે આ શિબિરને સફળ બનાવવા માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા.આ શિબિરે વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા અને જાતીય ગુનાઓ અંગે જાગૃતતા લાવવા સાથે નીતિગત અને કાયદાકીય માહિતી પ્રદાન કરી જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરવા માટે પુરેપુરૂ માર્ગદર્શન આપ્યું હતું..