જીલ્લામાં ટ્રાફિક નિયમોની જાગૃતિ: હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને આપવામાં આવી મહત્વની સૂચનાઓ.

તારીખ ૦૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ડ્રાઇવરોને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં સૂચનાઓમાં સીટબેલ્ટ પહેરવા, સ્પીડ લિમિટનું પાલન કરવા, બસ સ્ટેન્ડ જ્યાં હોય ત્યાં જ બસ ઉભી રાખવી તે સિવાય રસ્તામાં ક્યાંક અન્ય જગ્યાએ બસ ઉભી ન રાખી કેફી પીણું પી ગાડી ક્યારેય ન ચલાવી તેમજ મુસાફરી દરમિયાન મોબાઇલનો ઉપયોગ ન કરવા અને પદયાત્રીઓને પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ હતો. પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરોને અપીલ કરી કે તેઓ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપે. ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રોડ અક્સિડન્ટ્સ ઘટાડવાનો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. જ્યાં બસ ડ્રાઇવરોએ પણ આ પહેલની પ્રશંસા કરી અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું.






