તા. ૨૩. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:અભલોડ ગામ ખાતે આવેલ વિવકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકો ને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ
સમાજ માં દરેક વ્યક્તિ ને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે. અને વિશેષતઃ બાળકો ને પણ તેનો જ્ઞાન હોવું જોઇએ. બાળકો નાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી એચ.એમ.રામાણી નાં સુચનો અને જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી એસ. કે.તાવિયાડ નાં માર્ગદર્શન તેમજ પ્રિન્સીપાલ એમ . ડી.ભુરીયા નાં સહયોગ થી ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે આવેલ વિવકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અભલોડ માં જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં ઓ.આર.ડબલ્યુ તેજસ બારીઆ દ્વારા બાળકો નાં અધિકારો વિશે, સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય સંભાળ ) મતિ આર.પી.ભુરીયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ વિશે, લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી.કુરેશી દ્વારા પોકસો એક્ટ -૨૦૧૨ વિશે માહિતી આપવામાં આવેલ.માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ નશા મુકત થાય તેવો આહ્વાન નાગરિકો ને કરેલ છે , કાર્યક્રમ નાં અંતે નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બાળકો એ નશા નાબૂદી અંગે શપથ લીધેલ. શાળા નાં સ્ટાફ મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરેલ