તા. ૦૫. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના સહયોગ થી જિલ્લા બાળ સુરક્ષા દ્રારા બાળકો ને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ
સમાજ માં દરેક વ્યક્તિ ને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે. અને વિશેષતઃ બાળકો ને પણ તેનો જ્ઞાન હોવું જોઇએ. બાળકો નાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી એચ.એમ.રામાણી નાં સુચનો અને જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી એસ. કે.તાવિયાડ નાં માર્ગદર્શન તેમજ ઈ.ચા.પ્રિન્સીપાલ ડી.એલ.લોબો , સેન્ટ સ્ટીફન્સ સ્કુલ, દાહોદ નાં સહયોગ થી જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં ઓ.આર.ડબલ્યુ.શ્રી તેજસ બારૈયા બાળકો નાં અધિકારો વિશે , સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય) આર.પી.ભુરીયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ વિશે સમજ આપેલ.લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી.કુરેશી દ્વારા અંગદાન વિશે વિદ્યાર્થીઓ ને પ્રતિજ્ઞા લેવડાવેલ ,પોકસો એક્ટ -૨૦૧૨ અને જે.જે.એક્ટ -૨૦૧૫ વિશે માહિતી આપવામાં આવેલ. શાળા નાં સ્ટાફ મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરેલ